tech અન્ય અપરાધ ગાંધીનગર ગુજરાત જીવનશૈલી ટૉપ 10 દુનિયા ફેશન ફોટો-ગૅલરી બિઝનેસ બ્રેકિંગ ભારત મનોરંજન રમતો રાજનીતિ શહેર સુરત સ્થાનિક મુદ્દાઓ સ્વાસ્થ્ય

ISRO/ દેશનો સૌથી તાકાતવર ઈમેજિંગ સેટેલાઈટ લોન્ચ; 30 વિદેશી ઉપગ્રહ મોકલ્યાં, જેમાં 23 અમેરિકી

હૈદરાબાદઃ આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા અંતરિક્ષ કેન્દ્રથી ગુરૂવારે PSLV-C 43 રોકેટથી હાઈસિસ (HYSIS) સેટેલાઈટ લોન્ચ કર્યો. જે સાથે 8 દેશોના 30 અન્ય સેટેલાઈટ (1 માઈક્રો અને 29 નેનો) પણ છોડવામાં આવ્યા. પોલર સેટેલાઈટ લોન્ચ વ્હીકલ (PSLV)ની આ વર્ષે આ છઠ્ઠી ઉડાન છે. ઉપગ્રહને ધરતીથી 636 કિમી ઉપર કક્ષામાં સ્થાપિત કરવામાં આવશે.પ્રક્ષેપણની ઊંધી ગણતરી બુધવારે સવારે 5:58 વાગ્યે શરૂ થઈ હતી.

સેટેલાઈટ હાઈસિસ વાયુમંડળમાં થતાં ફેરફારોની ઓળખ કરવાની સાથે ધરતીના મેગ્નેટિક ફીલ્ડનું પણ અધ્યયન કરશે. આ સેટેલાઈટને રણનીતિક ઉદ્દેશ્યો સાથે પણ ઉપયોગ કરવામાં આવશે. આ મહિને ISROની આ બીજી લોન્ચિંગ છે. આ પહેલાં 14 નવેમ્બરે એજન્સીએ સેટેલાઈટ GSAT 29 છોડ્યો હતો.

Related posts

દિલ્હીઃ ACPએ પોલીસ હેડકવાર્ટરના 10મા માળેથી કૂદીને આત્મહત્યા કરી, તપાસ શરૂ

Publisher Sample

અમદાવાદ: ચાંદલોડિયાની ગૂગલ સ્માર્ટ સ્કૂલમાં બાળકોની બેગનું વજન નિયમથી વધુ

Publisher Sample

વિરોધ: ડાબેરીઓની આગેવાનીમાં મોદીને ઘેરવા દિલ્હીમાં ભેગા થયા દેશના ખેડૂતો, રામલીલા મેદાન તરફ આગળ વધ્યા

Publisher Sample

ટિપ્પણી મૂકો