tech અન્ય અપરાધ ગાંધીનગર ગુજરાત જીવનશૈલી ટૉપ 10 દુનિયા ફેશન ફોટો-ગૅલરી બિઝનેસ બ્રેકિંગ ભારત મનોરંજન રમતો રાજનીતિ શહેર સુરત સ્થાનિક મુદ્દાઓ સ્વાસ્થ્ય

ફ્લોરિડામાં ટ્રાયથ્લોનમાં 50 વર્ષીય અમદાવાદી લિહાસ ઈજાગ્રસ્ત, 25 કલાકમાં 194 કિમી દોડવાનો છે લિમ્કા બુક રેકોર્ડ

અમદાવાદ: અમેરિકાના ફ્લોરિડામાં ટ્રાયથ્લોન ઇવેન્ટ દરમિયાન અમદાવાદના 50 વર્ષીય ખેલાડી લિહાસ ત્રિવેદી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. આ ઇવેન્ટ દરમિયાન અન્ય એક સ્વિમર સાથે અથડાતા તેમને ગંભીર ઇજા થઇ હતી અને લોહીની ઉલટી થવા લાગી હતી જેને કારણે તેમણે તુરંત હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. મહત્વપૂર્ણ છે કે લિહાસ ત્રિવેદીએ ટ્રેડમિલ પર 25 કલાકમાં 194 કિલોમીટર સતત દોડવાનો રેકોર્ડ બનાવી લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં નામ નોંધાવ્યુ હતું.

સ્વિમર સાથે અથડાતા થઇ લોહીની ઉલટી

લિહાસ ત્રિવેદી, ‘સ્વિમિંગ દરમિયાન અન્ય એક સ્પર્ધક સાથે તે ભટકાઇ પડ્યા હતા જેને કારણે તેમને લોહીની ઉલટી થવા લાગી હતી અને શ્વાસ લેવામાં તકલીફ પડી હતી. તે બાદ તેમને
તુરંત હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યા તેમનું એક્સ-રે અને ECG કરવામાં આવ્યુ હતું. જ્યાં તેમને ખબર પડી કે તેમના ફેફ્સામાં પાણી ભરાઇ જવાથી ચેસ્ટ કોન્ટુસન અને બિલેટરીઅલ ન્યુમોનિયા થયુ હતું. જે બાદ થોડા સમયમાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.

Related posts

અમદાવાદ: ચાંદલોડિયાની ગૂગલ સ્માર્ટ સ્કૂલમાં બાળકોની બેગનું વજન નિયમથી વધુ

Publisher Sample

અમદાવાદ VS કર્ણાવતી/ અમદાવાદનું નામ કર્ણાવતી કરવાની દરખાસ્ત છે?: હાઇકોર્ટ

Publisher Sample

260 કરોડના કૌભાંડીનો પ્લાન: વિનય શાહ બૌદ્ધ ધર્મ અપનાવી નેપાળના લૂમબીનીમાં સ્થાયી થવાનો હતો

Publisher Sample

ટિપ્પણી મૂકો