tech અન્ય અપરાધ ગાંધીનગર ગુજરાત દુનિયા ફેશન ફોટો-ગૅલરી બિઝનેસ બ્રેકિંગ ભારત મનોરંજન રમતો રાજનીતિ શહેર સુરત સ્થાનિક મુદ્દાઓ સ્વાસ્થ્ય

કરતારપુર: શાંતિનો ઢોલ પીટતા સિદ્ધુએ ખાલિસ્તાની આતંકી સાથે ફોટો પડાવ્યો, અકાલી નેતાએ કર્યો શેર

નવી દિલ્હી: નવજોત સિંહ સિદ્ધુના પાકિસ્તાન જવાનો વિવાદ હજી પૂરો પણ થયો નહતો અને હવે સોશિયલ મીડિયામાં જાહેર થયેલા એક ફોટાથી આ યાત્રાનો ફરી વિવાદ શરૂ થયો છે. દિલ્હીના ધારાસભ્ય અને અકાળી નેતા મનજિંદર સિંહ સિરસાએ એક ફોટો ટ્વિટ કરીને સિદ્ધુની ખાલિસ્તાની આતંકી ગોપાલ સિંહ ચાવલા સાથેની તસવીર શેર કરી છે.

અકાળી નેતા મનજિંદર સિંહે ટ્વિચર પર ફોટો શેર કરીને પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ સિરસા પર સવાલ ઉભા કરતાં કહ્યું હતું કે, મુખ્યમંત્રીએ એવું કહીને પાકિસ્તાનનો પ્રવાસ કરવાની ના પાડી હતી કે પાકિસ્તાન ભારત અને પંજાબ વિરુદ્ધ ગતિવિધિઓનું સમર્થન કરે છે. પરંતુ તેમના જ મંત્રી નવજોત સિંહ સિદ્ધુ તેમની ઈચ્છા વગર ત્યાં જાય છે અને ગોપાલ સિંહ ચાવલા સાથે ફોટા પણ પડાવે છે. જે હાફીઝ સઈદની નજીકના અને ભારત વિરોધી છે. તો શું હવે કેપ્ટન સાહેબ તેમના આ બેજવાબદાર મંત્રીને હટાવશે.

સિરસાએ તેમના વધુ એક ટ્વિટ દ્વારા કોંગ્રેસ પર પ્રહાર કરતાં કહ્યું છે કે, નરેન્દ્ર મોદીથી લઈને નીરવ મોદી સામે હોબાળો કરતાં રાહુલ ગાંધી આજે હવે આ તસવીર વિશે શું કહેશે. સિરસાએ સિદ્ધુનું રાજીનામું માગ્યું છે.

આ પહેલાં ભારત-પાકિસ્તાન વચ્ચે બનાવવામાં આવતા કરતારપુર સાહિબ હાઈવેનો શિલાન્યાસ બુધવારે પાકિસ્તાનમાં કરવામાં આવ્યો હતો. આ દરમિયાન પાકિસ્તાનના આર્મી ચીફ કમર જાવેદ બાજવા અને ખાલિસ્તાની સમર્થક ગોપાલ સિંહ ચાવલા મળ્યા હોવાની તસવીરથી વિવાદ શરૂ થઈ ગયો છે.

Related posts

વિરોધ: ડાબેરીઓની આગેવાનીમાં મોદીને ઘેરવા દિલ્હીમાં ભેગા થયા દેશના ખેડૂતો, રામલીલા મેદાન તરફ આગળ વધ્યા

Publisher Sample

ફ્લોરિડામાં ટ્રાયથ્લોનમાં 50 વર્ષીય અમદાવાદી લિહાસ ઈજાગ્રસ્ત, 25 કલાકમાં 194 કિમી દોડવાનો છે લિમ્કા બુક રેકોર્ડ

Publisher Sample

260 કરોડના કૌભાંડીનો પ્લાન: વિનય શાહ બૌદ્ધ ધર્મ અપનાવી નેપાળના લૂમબીનીમાં સ્થાયી થવાનો હતો

Publisher Sample

ટિપ્પણી મૂકો