tech અન્ય અપરાધ ગાંધીનગર ગુજરાત જીવનશૈલી ટૉપ 10 દુનિયા ફેશન ફોટો-ગૅલરી બિઝનેસ બ્રેકિંગ ભારત મનોરંજન રમતો રાજનીતિ શહેર સુરત સ્થાનિક મુદ્દાઓ સ્વાસ્થ્ય

અમદાવાદ: 4 મુદ્દા પર 40 મિનિટ ચર્ચા કરી પછી બુકફેરમાં જવાનું મોડું થતું હોવાથી, 4 મિનિટમાં 103 કામ મંજૂર કરી દીધા

અમદાવાદ: કોર્પોરેશનની બુધવારે મળેલી સામાન્ય સભામાં જીરો અવર્સ દરમિયાન ભીનો-સૂકો કચરાને છૂટો પાડવા, સ્વમિંગ પુલ, આસારામ સ્ટોલ તેમ જ સ્કૂલ બોર્ડમાં ભષ્ટાચાર ચાલતો હોવાના 4 મુદ્દા પર 40 મિનિટ ચર્ચા ચાલી હતી. પરંતુ મેયર સહિતના સત્તાધીશોને બુકફેરમાં જવાનું હોવાથી માત્ર ચાર જ મિનિટમાં 103 કામો વિરોધપક્ષના વિરોધ વચ્ચે મંજુર કરી દેવાયા હતા. સ્વિમિંગ પુલની ફીમાં ડબલ ગણાં વધારા સામે કોંગ્રેસે આક્ષેપો કર્યા પછી સત્તાધીશ પાસે જવાબ માંગ્યો હતો. મેયર બિજલ પટેલે છેલ્લે તમામ મુદ્દાના જવાબો એકસાથે અપાશે તેમ જણાવીને વાત ઉડાવી દીધી હતી.

કોન્ટ્રાક્ટરે ભીનો અને સૂકો કચરો અલગ કરવાનો હતો, એ નાગરિકોનું કામ નથી

3જી ડિસેમ્બર પછી શહેરીજનો પાસેથી ભીનો-સૂકો કચરો જુદો જ સ્વીકારવા અંગે કોર્પોરેશનના નિર્ણયને બેઠકના પ્રારંભે જ કોર્પોરેટરો સમક્ષ જાહેર કરાયો હતો. બાદમાં ઝીરો અવર્સની ચર્ચામાં વિરોધ પક્ષના કોર્પોરેટર તૌફીક ખાન પઠાણે રજૂઆત કરી કે, 900 કચરા પેટી હટાવીને કચરો ઉપાડવા 15 દિવસ પહેલાં જ કોર્પોરેશને 50થી 60 લાખના ખર્ચે સાત ઝોન દીઠ આઠ કોમ્પેકટર મશીનો ખરીદ્યા હતા. પ્રજા પર જ ભીનો-સૂકો કચરો ખસેડવાની જવાબદારી નાંખવાની હતી તો પછી શા માટે ખોટો ખર્ચ કર્યો. ડોર ટુ ડોર કચરો ઉપાડવાનો કોન્ટ્રાકટ આપવામાં આવ્યો હતો. કોન્ટ્રાકટરે જ ભીનો-સૂકો કચરો અલગ કરવાનો હતો. તો પછી નાગરિકો પર કેમ જવાબદારી થોપી બેસાડાય છે. બીજી તરફ એવી રજૂઆત થઈ હતી કે એએમટીએસ 400 કરોડની ખોટ કરે છે તે દેખાતું નથી અને સ્વિમિંગ પુલ ચલાવવા 3 કરોડનો બોજ સહન થતો નથી.

Related posts

ISRO/ દેશનો સૌથી તાકાતવર ઈમેજિંગ સેટેલાઈટ લોન્ચ; 30 વિદેશી ઉપગ્રહ મોકલ્યાં, જેમાં 23 અમેરિકી

Publisher Sample

ઇંગ્લેન્ડમાં ગુજરાતી કપલઃ પતિના અન્ય પુરૂષો સાથે શારિરીક સંબંધો બન્યા પત્નીના મોતનું કારણ

Publisher Sample

અમદાવાદ: ચાંદલોડિયાની ગૂગલ સ્માર્ટ સ્કૂલમાં બાળકોની બેગનું વજન નિયમથી વધુ

Publisher Sample

ટિપ્પણી મૂકો